Tuesday, September 2, 2025
HomeGujaratમોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ : વિવિધ હોદેદારોની કરાઈ નિમણુંક

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ : વિવિધ હોદેદારોની કરાઈ નિમણુંક

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની આજ રોજ બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ હોદ્દાઓ પર અધિકારીઓની નિમણુંક કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની ગઈકાલે તા.૩૧-ઑગસ્ટ-૨૦૨૫ ને રવિવારના રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિધાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ તથા માર્ગદર્શક તરીકે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મિયાત્રા, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ મંત્રી તથા મોરબી જિલ્લાના વાલી અનિલભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી કમલભાઈ દવે અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના મુખ્ય જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમની દેખરેખમાં મોરબી જિલ્લાની ટોલીમાં માતૃશક્તિ સંયોજીકા તરીકે મિત્તલબેન સચિનભાઈ પટેલ, માતૃશક્તિ સહસંયોજીકા તરીકે જ્યોતિબેન સંદીપભાઈ જીવરાજાણી, સત્સંગ પ્રમુખ તરીકે શીતલબેન વિજયભાઈ પનારા, સત્સંગ સહપ્રમુખ તરીકે પાયલબેન સુનિલભાઈ ભટ્ટ, બાલ સંસ્કાર કેન્દ્ર પ્રમુખ તરીકે વર્ષાબેન વિપુલભાઈ કાવર, બાલ સંસ્કાર કેન્દ્ર સહપ્રમુખ તરીકે દિપીકાબેન જયભાઈ ગોધાણી, બાલ સંસ્કાર કેન્દ્ર સહપ્રમુખ વર્ષાબેન નીતિનભાઈ દુધાત્રા, સેવા પ્રમુખ તરીકે રસ્મિતાબેન જિતેન્દ્રભાઈ ગોસ્વામી, સેવા સહપ્રમુખ તરીકે સ્મિતાબેન કિરીટભાઇ કલોલા, દુર્ગાવાહિની સંયોજીકા તરીકે આરતીબેન નિલેશભાઈ જાકાસણીયા, દુર્ગાવાહિની સહસંયોજીકા તરીકે તેજલબેન યશવંતભાઈ કંઝારિયા, નૈતિક શિક્ષા મુલ્ય સંયોજક તરીકે અસ્મિતાબેન કૌશિકભાઇ મેરજા, કાર્યાલય પ્રમુખ તરીકે હસુભાઈ રવિશંકરભાઇ પંડ્યા, નિધિ પ્રકોષ્ટ સહસંયોજક તરીકે કાંતિભાઈ ગંગારામભાઈ સોરીયા, સામાજીક સમરસતા સંયોજક તરીકે વાલજીભાઈ ગોવિંદભાઈ ટુંડિયા, પ્રચાર પ્રસાર સંયોજક તરીકે ધ્રુમનભાઈ નિયોગભાઈ રાઠોડ, પ્રચાર પ્રસાર સહસંયોજક તરીકે રવિકાંતભાઇ રાકેશભાઈ તિવારી, ગૌ સેવા અને સંવર્ધન સંયોજક તરીકે કપિલભાઈ રામનારાયણભાઇ દવે, ગૌ સેવા અને સંવર્ધન સહસંયોજક તરીકે નિલેશભાઈ સામતભાઇ ડાંગર, સેવા સંયોજક તરીકે જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ, ધર્મ પ્રસાર સંયોજક તરીકે હાર્દિકભાઈ વિમલભાઈ ભટ્ટ, બજરંગદળ સંયોજક તરીકે કિરણભાઈ રજનીકાંતભાઇ પંડ્યા, બજરંગદળ સહસંયોજક તરીકે રૂપેશભાઈ વ્રજલાલભાઈ રાણપરા, ગૌ રક્ષા પ્રમુખ તરીકે વૈભવભાઈ જીતેશભાઇ જાલરીયા, ગૌ રક્ષા સહપ્રમુખ તરીકે વિજયભાઈ ભગવાનજીભાઈ કુંભારવાડીયા, ગૌ રક્ષા સહપ્રમુખ તરીકે રાકેશભાઈ કાંતિભાઈ પટેલ, સુરક્ષા પ્રમુખ તરીકે અલ્પેશભાઈ કરશનભાઈ પટેલ નિમણૂકતા કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લામાં જવાબદારી મળવા બદલ સૌ આગેવાનોને વિહિપ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!