Sunday, December 22, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ ઉમેદવારોની યાદી બપોર સુધીમાં જાહેર કરશે

મોરબી જીલ્લા ભાજપ ઉમેદવારોની યાદી બપોર સુધીમાં જાહેર કરશે

ગઈકાલ થી ભાજપ આગેવાનો માં ઉમેદવારોની યાદીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી ત્રણ કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે : ભાજપ અગ્રણીઓનું વિરોધ અને અસંતોષ દાવેદારોને ગળે ઘૂંટડો ઉતારવા મંથન શરૂ.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગઈકાલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સાંજે 4 વાગ્યે તમામ જીલ્લા ના પ્રમુખોને યાદી સોંપી દીધી છે જો કે અમુક વિસંગતતા અને રાજકીય પરિબળો તેમજ આંટી ઘૂંટી વાળી સીટો ની ગોઠવણી બાકી હોય આ યાદી હજુ જાહેર કરાઈ નથી જેને લઈને ભાજપના દાવેદારો માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે જો કે આજે બપોરે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ આ આ યાદી જાહેર કરે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે જો કે આ યાદી જાહેર કરે ત્યાર બાદ મોરબી ભાજપ પક્ષમાં આગેવાનોમાં કચવાટ જોવા મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જો કે આ કચવાટ અને વિરોધ ન થાય એ માટે હાલ મોરબી જીલ્લા ભાજપ ગઈકાલ થી મંથન કરી રહ્યું છે ત્યારે હવે ટુક જ સમયમાં સતાવાર યાદી જાહેર કરતા ચિત્ર સ્પષ્ટ થનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!