Thursday, November 21, 2024
HomeGujaratમોરબી જિલ્લા યુવા ભાજપના જનરલ સેક્રેટરીએ ધારાસભ્યને પત્ર લખી હાઇવે ચોકડી પર...

મોરબી જિલ્લા યુવા ભાજપના જનરલ સેક્રેટરીએ ધારાસભ્યને પત્ર લખી હાઇવે ચોકડી પર સ્પીડ બ્રેકર ગુણવતા વાળા બનાવવા કરી રજૂઆત

યુથ ભાજપ મોરબી જિલ્લાના જનરલ સેક્રેટરીએ હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પત્ર લખી હળવદ શહેર વચ્ચેથી પસાર થતાં સરખેજ માળીયા હાઇવે (SH7) પર સતત ટ્રાફિક રહે છે. જે હાઇવે પર ત્રણ ચાર રસ્તા પડે છે. જેમાં સરા ચોકડી, બીજી હરિદર્શન હોટલ ચોકડી અને ત્રીજી મોરબી માળિયા ચોકડી આમ 3 ચાર રસ્તા ( ચોકડી) આવેલી છે. જ્યાં લોકો અવર જવર કરી શકે તે માટે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યાં હતાં. જેને થોડે દૂર ખસેડાતા લોકોએ મૂળ જગ્યાએ બનાવવા રજૂઆત કરતા તેને મૂળ જગ્યાએ બનાવવામાં આવી રહયા છે. પરંતુ તેનું કામ નબળું થઈ રહ્યું છે. તેમ ખુદ મોરબી જિલ્લાના ભાજપના યુથ વિંગના જનરલ સેક્રેટરી તપનકુમારે દવેએ ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પત્ર લખી ગુણવતા સભર સ્પીડ બ્રેકર બનાવવા માંગ કરી છે…

- Advertisement -
- Advertisement -

યુથ ભાજપ મોરબી જિલ્લાના જનરલ સેક્રેટરીએ હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પત્ર લખી હળવદ શહેર વચ્ચેથી પસાર થતાં સરખેજ માળીયા હાઇવે (SH7) પર સતત ટ્રાફિક રહે છે. જે હાઇવે પર ત્રણ ચાર રસ્તા પડે છે. જેમાં સરા ચોકડી, બીજી હરિદર્શન હોટલ ચોકડી અને ત્રીજી મોરબી માળિયા ચોકડી આમ 3 ચાર રસ્તા ( ચોકડી) આવેલ છે. જેમાં હળવદ શહેરના એક તરફથી બીજી બાજુ દરરોજ હજારો રાહદારીઓ પસાર થાય છે. તેને ધ્યાનમાં રાખીને આશરે દસેક વર્ષથી આ ચોકડી પર સ્પીડ બ્રેકરનું નિર્માણ કરાયું હતું. જેથી ટ્રાફિકનું નિયંત્રણ થઈ શકે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે પરંતુ છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી આ સ્પીડ બ્રેકરને ચોકડીથી દુર લઈ જવામાં આવ્યા છે. જેના લીધે એ સ્પીડ બ્રેકરથી પસાર થઈ ફરી ચોકડીએ પહોંચે ત્યારે બધા વાહનો સ્પીડ પકડી લે છે તેના લીધે હળવદ શહેરના હજારો રાહદારીઓ એમાં પણ દરરોજ 2500 થી વધુ વિદ્યાર્થીઓ આ ચોકડી ઓળંગતા હોઈ છે તે બધા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને છેલ્લા 4 મહિનામાં 40 થી વધુ અકસ્માતો થયેલ છે પરંતુ સદનસીબે કોઈ જાન હાની થઈ નથી. પરંતુ અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ત્યારે આ અંગે હળવદ શહેરના લોકોની સામૂહિક માંગ છે કે આ સ્પીડ બ્રેકર મૂળભૂત જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવે જેથી લોકોની મહામૂલી જિંદગીઓ જોખમમાં ન મુકાઈ. ત્યારે આપના પ્રયત્નથી આજરોજ સવારે મૂળભૂત જગ્યાએ બમ્પ બનાવવા માટે સબંધિત કંપનીના માણસો આવ્યા હતા. પરંતુ ગુણવતા વગરનું કામ અત્યારે શરૂ કરાયું છે જે આ સ્પીડ બ્રેકર 1 દિવસ પણ ટકી શકે તેમ નથી. તેથી ત્રણેય ચોકડી પર મૂળભૂત જગ્યાએ ગુણવતા સભર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી અરજ કરી છે. આ સ્પીડ બ્રેકર ગુણવતા સભર બને તે માટે મારી સાથે મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ અને જનસંઘ સમયના કાર્યકર્તા જે.પી ભાઈ સોમપુરા રૂબરૂ ત્યાં સવારથી ઉપસ્થિત હતા. ત્યારે આ ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ ત્વરિત થાય તે માટે ધારાસભ્યને વિનંતી કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!