ગઇકાલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનાર વિશ્વનાથસિંહ વાઘેલા એ આજે સી.આર પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી જેમાં અનુરાગ ઠાકુર અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ ગઈકાલે રાજીનામુ આપતી વખતે વિશ્વનાથસિંહ વાઘેલા એ લેખિતમાં જણાવ્યું હતું કે ‘મારા જેવા હજારો યુવાનો કોંગ્રેસ માં પોતાનો સમય વેડફી રહયા છે’ જે નિવેદન ને વખોડી કાઢી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ ના નેતાઓએ વખોડી કાઢી પુતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જે બાબતે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રાજીનામું ધરીને અને યુવકો બાબતે આ નિવેદન આપીને ગુજરાતના કોંગ્રેસના યુવાનો કાર્યકર્તાઓનું અપમાન કર્યું છે અને જેટલા પણ નેતાઓએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તે વિશ્વાનાથ વાઘેલા હોય કે પછી હાર્દિક પટેલ હોય તેઓને આગામી સમયમાં ગુજરાતમાં પ્રવેશવા નહીં દઈએ અને આવા નેતાઓના પૂતળા દહન કરીને આવા વિરોધ કરવામાં આવશે.
આ અંગે વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદભાઈ ગઢવારાએ જણાવ્યું હતું કે,આવા લોકો સતા મેળવવા માટે જોકરની જેમ એક ફક્ત દરબારમાં બેસવા માટે પક્ષપલટો કરે છે તેમજ વિશ્વનાથ વાઘેલાના રાજીનામાના નિર્ણય ને અને તેના કોંગ્રેસ ના યુવક કાર્યકર્તાઓ માટે આપેલા નિવેદનને વખોડી કાઢ્યું હતું અને આગામી સમયમાં યુવક કોંગ્રેસ નો એક એક કાર્યકર્તા સૈનિકની જેમ કામ કરશે તેમ જણાવ્યું હતું.