પૂણે-મહારાષ્ટ્ર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કુસ્તી સ્પર્ધા ૨૦૨૪-૨૫ ગત તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાઈ હતી. જેમાં મહિલા વિભાગમાં ૫૩ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હીરલ અમિત વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીએ રજત ચંદ્રક પ્રાપ્ત કરીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો છે. આ તકે હીરલબેન વ્યાસે મેનેજર એમ.ઝેડ.વાઘેલા, તમામ ટીમ મેમ્બર્સ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક કુમાર પાંડેજી તથા જીએડી ગાંધીનગરના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.