Sunday, March 1, 2026
HomeGujaratમોરબી જિલ્લાના શિક્ષણ મુદ્દાઓ રાજ્ય કારોબારીમાં ગુંજ્યા: શિક્ષકો-વિદ્યાર્થીઓનાં પ્રશ્નોની વિસ્તૃત રજુઆત કરાઈ

મોરબી જિલ્લાના શિક્ષણ મુદ્દાઓ રાજ્ય કારોબારીમાં ગુંજ્યા: શિક્ષકો-વિદ્યાર્થીઓનાં પ્રશ્નોની વિસ્તૃત રજુઆત કરાઈ

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શિક્ષણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા 27 જેટલા મુદ્દાઓ રાજ્ય કારોબારીમાં રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા આગેવાનો દ્વારા પેન્શન યોજના, બદલી કેમ્પ, પગાર ધોરણ, શિષ્યવૃત્તિ, સેટઅપ, ગ્રાન્ટ સહિતના મહત્વના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉઠાવવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડીયા, કાર્યકારી અધ્યક્ષ પ્રવિણભાઈ ધોળુ, સહ-કોષાધ્યક્ષ રમેશભાઈ ચાવડા, નિરવભાઈ બાવરવા તથા હરમીતભાઈ પટેલ (પ્રચાર મંત્રી) સહિતના આગેવાનો દ્વારા આજ રોજ યોજાયેલ રાજ્ય કારોબારીમાં ઉપસ્થિત રહી વિવિધ 27 જેટલા મુદ્દાઓ પર વિગતવાર રજૂઆત કરી હતી. જેમાં વર્ષ 2005 પછી નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવી, જિલ્લા ફેર બદલી કેમ્પ સત્વરે યોજવા, 1998થી નિમણૂક પામેલા શિક્ષકોની માંદગી રજા કેરી ફોરવર્ડ કરવી, ઈન્ચાર્જ આચાર્યને મહેકમમાં ગણવા તથા ચાર્જ એલાઉન્સમાં વધારો કરવા જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાઓમાં એસએમસી ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં જ ફાળવવી, એકાઉન્ટન્ટની નિમણૂંક કરવી, ધો.3 થી 5 માં પિરિયડ પદ્ધતિ બંધ કરવી, ધો.6 થી 8 ના શિક્ષકોને અલગ પગારધોરણ અને 4200 ગ્રેડ પે આપવો, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, શાળા સહાયકની નિમણૂંક, નિવૃત શિક્ષકોના રજા રોકડ રૂપાંતરની ગ્રાન્ટ ત્રિમાસિક આપવી, તાલુકા-જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં વહીવટી સ્ટાફની નિમણૂંક, બિનશૈક્ષણિક કામગીરી અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી, સેટઅપ સુધારો, શિષ્યવૃત્તિ પ્રક્રિયા સરળ બનાવવી અને CET માં મેરિટ આધારીત સમાન શિષ્યવૃત્તિ આપવાની માંગ પણ રજૂ થઈ હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસંધાને મહેકમ જાળવવા, CETના કારણે ઘટતા સેટઅપ માટે વિકલ્પ, તાલીમની સંખ્યા ઘટાડવી, વિવિધ શૈક્ષણિક પોર્ટલને એકીકૃત કરવું, સરકારી ઓનલાઈન કામગીરી માટે શિક્ષકોના ખાનગી મોબાઈલ-ડેટાનો ઉપયોગ બંધ કરવો, SOE સિવાયની શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂંક તથા મોરબી જિલ્લાના શિક્ષકોના GPF નાણાં ટ્રાન્સફર કરવાના મુદ્દાઓ પણ રાજ્ય કારોબારી સમક્ષ રજુ કરાયા હતા. ત્યારે જિલ્લા આગેવાનોનું કહેવું છે કે, આ તમામ પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે તો શિક્ષણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે અને શિક્ષકો-વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!