કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ-કિશોર આરોપીનું નામ ખુલ્યું.
મોરબી શહેર પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી શહેરના એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનામાં એક વાહન ચોર આરોપીને ચોરીના ત્રણ મોટર સાયકલ સાથે પકડી લેવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર વાહન ચોરીમાં અન્ય એક સહઆરોપી તરીકે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનું નામ ખુલતા, તેની સામે પણ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવા તપાસ ચલાવી છે.
મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સર્વેલન્સ સ્કવોડ પીએસઆઇ જે.સી.ગોહીલ તથા સ્ટાફ પેટ્રોલીગમા હોય દરમ્યાન હેડ.કોન્સ હિતેષભાઇ ચાવડા તથા કોન્સ પૃથ્વીરાજસિંહ જાડેજાને શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસને આધારે આરોપી ઇરફાનભાઇ યાસીનભાઇ ફતેમહમદભાઇ કટીયા ઉવ.૨૪ રહે-જોન્સનગર લુક્સ ફર્નીચરની બાજુમા મોરબી મુળરહે-નવાગામા તા.માળીયા(મી) વાળા પાસેથી સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ત્રણ હીરો સ્પ્લેન્ડર કિ.રૂ.૯૫ હજારના વાહન કબ્જે લેવામાં આવ્યા છે, આ સાથે વાહન ચોરીમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કુશોર આરોપીનું નામ ખુલવા પામ્યું હતું, જેથી પોલીસે તેને હાલ ફરાર દર્શાવી તે આરોપી વિરુદ્ધ તપાસની તજવીજ હાથ ધરી છે. વધુમાં પકડાયેલ વાહન ચોર આરોપી હેન્ડલ લોક માર્યા વગરના મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરીના ગુન્હાને અંજામ આપવાની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે.