મોરબી તાલુકાના જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક રોડ ઉપર સીએનજી રીક્ષા-ચાલકે આગળ જય રહેલ બાઇકને પછાળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી પોતાની રીક્ષા લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને હાથ-પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, ત્યારે બાઇક ચાલક દ્વારા સીએનજી રીક્ષા-ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હિટ એન્ડ રનની ઘટનાની મળતી વિગતો મુજબ, ગત તા.૧૦/૧૨ ના રોજ મોરબીના જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક ખેતલાઆપા ટી સ્ટોલ સામે રોડ ઉપર સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૮૮૭૮ના ચાલકે પોતાની રીક્ષા ફૂલ સ્પીડમાં તેમજ ગફલતભરી રીતે ચલાવી રિક્ષાની આગળ જઇ રહેલા મોરબી તાલુકાના માધુપુર ગામના છગનભાઇ બાબુભાઇ ઉપસરીયા ઉવ-૩૪ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એડી-૨૮૯૦ને પાછળથી ઠોકર મારતા બાઇક ચાલક છગનભાઇને પગમાં ફ્રેકચર અને હાથમાં છોલ છાલ તેમજ મૂંઢ ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી રીક્ષા ચાલક પોતાની રીક્ષા અકસ્માત સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો, ત્યારે બાઇક ચાલક છગનભાઇએ ઉપરોક્ત રીક્ષા ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.