Sunday, December 29, 2024
HomeGujaratમોરબી:ટ્રક ટેઇલર પાછળ ધડાકાભેર ડમ્પર અથડાતા લાગેલી આગમાં ચાલકનું મોત

મોરબી:ટ્રક ટેઇલર પાછળ ધડાકાભેર ડમ્પર અથડાતા લાગેલી આગમાં ચાલકનું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક ટ્રક ટેઇલરની પાછળ ધડાકાભેર ડમ્પર અથડાતા બંને વાહનમાં આગ લાગી હતી. જે લાગેલી આગમાં શરીરે ગંભીર રીતે દાઝેલા ડમ્પરના ચાલકનું સ્થળ ઉલર મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતની આ ઘટનામાં ટ્રક ટેઇલર ચાલકે ડમ્પરના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મરણ ગયેલ ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર રાજસ્થાનના નાગોર જિલ્લાના ઢૂંઢિયા ગામના વતની વિશાલસિંહ કિશોરસિંહ ગેહલોત ઉવ.૨૪એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ડમ્પર રજી. નં. જીજે-૧૨-બીએક્સ-૦૯૦૩ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૪/૦૮ના રાત્રીના ૯.૪૫ વાગ્યે આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર પુરઝડપે અને બેદરકારીભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ ચલાવી ફરીયાદીના ટ્રક ટેઇલર રજી.નં. આરજે-૫૦-જીબી-૪૧૩૩ના પાછળ ઠાઠાના ભાગે ધડાકાભેર ભટકાડી અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગતા ડમ્પરનો ચાલક શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જે મુજબની ફરિયાદના આધારે પોલીસે મૃતક ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!