એ ડિવિઝન પોલીસે મોડીરાત્રીના વર્ના કાર, ૪૦૦મીલી કેફી પ્રવાહી સાથે યુવકની કરી ધરપકડ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માર્કેટ ચોકથી જેલ રોડ તરફ સર્પાકાર જઈ રહેલ હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં. જીજે-૩૮-બીએ-૧૯૯૩ને રોકતા કાર ચાલક નશો કરેલ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું, જે બાદ કારની તલાસી લેતા તેમાંથી ૪૦૦મીલી જેટલું કેફી પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં મળી આવ્યું હતું, જેથી તત્કાલિક કાર ચાલક આરોપી સાગર નાનજીભાઈ ગુજરીયા ઉવ.૩૨ રહે.મોરબી લીલાપર રોડ સિધ્ધનાથ કોમ્પ્લેક્સની દુકાન નં.૪૦૨ મૂળરહે.જામનગર નાગેશ્વર કોલોનીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.