મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે સીએનજી રીક્ષામાં અચાનક આગ લાગતા, રીક્ષા ચાલક ગંભીર રીતે દાઝી ગયેલ હોય, ત્યારે સારવાર માટે મોરબી બાદ રાજકોટ સર્જરી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ રીક્ષા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા ૩૫ વર્ષીય વસંતભાઇ અમરશીભાઇ ચાવડા ગઈ તા.૦૧ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામા પોતે પોતાના ઘરેથી મોરબી ખાતે પોતાની સીએનજી રીક્ષા રજી નં. જીજે-૩૬-ડબલ્યુ-૨૦૦૩ વાળી લઇને મોરબી જવા માટે નીકળેલ તે વખતે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ ઉપર પહોંચતા અચાનક પોતાની સી.એન.જી. રીક્ષામા આગળના ભાગે આગ લાગતા પોતે શરીરે દાઝી ગયા હતા, જેથી વસંતભાઈને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ ચાલુ સારવાર દરમ્યાન ગઈકાલ તા.૦૭/૦૪ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.