Friday, November 15, 2024
HomeGujaratમોરબી:નશામાં ધૂત શ્રમિક સીરામીકની છત ઉપરથી નીચે પટકાતા મોત

મોરબી:નશામાં ધૂત શ્રમિક સીરામીકની છત ઉપરથી નીચે પટકાતા મોત

મોરબી તાલુમના બેલા ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીની છત ઉપર નશાની હાલતમાં ચઢેલ શ્રમિક ઊંચાઈએથી નીચે પટકાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા ગામ નજીક આવેલ એડ્રોડ સીરામીકમાં રહેતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી ઉવ.૨૭ બેલા ગત તા.૧૦/૧૧ ના રોજ રાત્રીના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એડ્રોડ સીરામીકની છત ઉપર દારુ પી ને ચઢેલ અને ત્યારે નશામાં ધૂત દેવાભાઈ છત પરથી નીચે પટકાતા તેઓને સારવાર માટે સૈલેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને દેવાભાઈને મરણ ગયેલ જાહેર કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત ગુનો રજી કરી લાશને પીએમ અર્થે સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!