Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી : નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ વિશે...

મોરબી : નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ વિશે માહિતી આપતા પોલીસ અધિકારીઓ

મોરબી : નાલંદા વિદ્યાલય કેમ્પસ વિરપર ખાતે ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ અને સોશ્યલ મીડીયાના ઉપયોગ અંગે માહીતી અંગેના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓને પોલીસ અધિકારીઓ દ્વારા ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ વિશે માહિતી અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ડીજીટલ ઇન્ડીયા અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સીટીઝન ફસ્ટ એપ્લીકેશનમાં E-FIR લોંચ કરવામાં આવેલ જે અનુસંધાને લોકજાગૃતી માટે કાર્યક્રમ યોજવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને આજરોજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી. સોનારા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.પરમાર ટંકારા પો.સ્ટે.ઓ દ્વારા નાલંદા વિદ્યાલય કેમ્પસ વિરપર ખાતે ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ અને સોશ્યલ મીડીયાના ઉપયોગ અંગે માહીતી અંગેના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી હર્ષદભાઇ ગામી તથા નાલંદા વિદ્યાલયના કેમ્પસ ડીરેક્ટર જયેશભાઇ ગામી લજાઇ PHC સેન્ટરના ડોક્ટર ભાસ્કરભાઇ વિરસોડીયા તથા ટંકારા તાલુકાના સામાજીક આગેવાનશ્રીઓ તથા નાલંદા વિદ્યાલયના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સહીત ૧૭૦ જેટલા લોકો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!