મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ખાતે સિધ્ધિ વિનાયક સોસાયટીમાં ૬૨ વર્ષીય લીલાબેન ધનજીભાઇ જીવરાજભાઇ માકાસણાને છેલ્લા વિસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય તેમજ આશરે દસેક વર્ષથી બ્લડ-પ્રેસરની બિમારી પણ લાગુ પડી ગયી હોય જેથી કંટાળી જઈ ગત તા. ૨૫/૦૮ના રોજ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનુ એસીડ પી લેતા પરિવાર દ્વારા તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવારમાં રાજકોટમાં ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગત તા.૨૬/૦૮ના રોજ સારવાર કારગત ન નિવડતા ટૂંકી સારવારમાં લીલાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ મોરબી બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત અંગે નોંધ કરી કાયદેસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે.