મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો ને હવે ઔષધીય રોપ લેવા જુનાગઢ કે ગીર નહિ જવુ પડે મોરબી આંગણે જ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારની ઔષધીય વ્રુક્ષોના રોપાનું ટોકન દરથી અને અન્ય રોપ નું ફ્રિ વિતરણ પણ કરવા માં આવશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષે વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તે જ રીતે આ વખતે પણ વિવિધ પ્રકારના રોપા નું વિતરણ કરવામાં આવશે. આ વર્ષે ખાસ જૂનાગઢ જઈને વિવિધ પ્રકાર ના ઔષધીય રોપા ખરીદી તેને મોરબીમાં ટોકન ભાવથી વિતરણ કરવામાં આવશે. સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવશે.
કેન્દ્ર દ્વારા જાંબુડા, બીલીપત્ર, લીમડો, સવન, કાંગશા, કંચનાર, ચંપો, અપરિજાત (વેલ), તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો લીમડો, પીપળો, પીપર, સેતુર, ઉંબરો અને બદામનાં રોપઓ વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે શિવલિંગી, અરીઠા, કોઠા, મીંઢોલ, મહુડો, બહેડા, બ્રહ્મની વેલ, નગોડ, ગુગળ, અરડૂસી, પબડી, સીમળો, ચણોઠી કાળી, કરમદા, લિંડી પીપર વેલ, વિકળો, આમળા, ગોળ પાન વાળી નગોડ, રક્ત ચંદન, પારિજાત, ટીમરું, કંદમ્બ, રાદારૂડી વેલ, રૂખડો, ચરેલ, બોરસલી, પુત્ર જીવક, બુચ, વાયાવર્ણ, અર્જુન સાદાડ વગેરેનાં રોપાઓ ફક્ત 20 રૂપિયા ના ટોકન દર થી આપવા માં આવશે.
આ રોપાઓ કર્તવ્ય જીવદયા કેન્દ્ર, રવાપર ઘુનડા રોડ પરથી બપોરે 5 થી સાંજે 8 વાગ્યા દરમ્યાન મેળવી શકાશે. રોપાઓ લેવા આવતા વ્યક્તિએ પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવાની રહેશે. અને કોરોના ગાઈડલાઈન નું પાલન કરવું જરૂરી રહેશે. વધુ માહિતી માટે મો. 7574868886 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.