મોરબીમાં રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ પોતાની સાથે રહેવા દબાણ કરતા સાથે રહેવા મહિલાએ ના પાડેલ હોય જેથી ઉશ્કેરાઈ જઈ મહિલાને તેના પૂર્વ-પતિ દ્વારા માથાના ભાગે છરી મારી દઈ ઇજાઓ પહોંચાડી હતી, હાલ ભોગબનનાર દ્વાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા કુલીનગર-૧ માં રહેતા મૂળ માળીયા(મી)ના નવાગામના વતની હનીફાબેન સઇદુભાઇ જેડા ઉવ.૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી અબ્બાસભાઇ અબ્દુલભાઇ બુચડ રહે.હાલ માળીયા(મીં) મુળ ગામ શેખપીરના ઢોરા પાસે અંજાર જી.કચ્છવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી અબ્બાસભાઇ ફરીયાદી હનીફાબેનના જુના પતિ થતા હોઇ અને બંને વચ્ચે છુટાછેડા થઇ જતા ફરીયાદી હનીફાબેને બીજા લગ્ન કરેલ ત્યારે ફરીયાદીના બીજા પતિ ગુજરી જતા આરોપી અબ્બાસભાઇ ફરીયાદી હનીફાબેનને પોતાની સાથે રહેવા માટે દબાણ કરતા હોઇ જેથી ફરીયાદીએ તેની સાથે રહેવા માટે ના પાડી હતી, જેથી ગઈ તા.૧૦/૦૧ ના રોજ મોરબી-માળીયા હાઇવે ગાળા ગામના પાટીયા પાસે સર્વીસ રોડ ઉપર આરોપી અબ્બાસભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇ હનીફાબેનને માથામાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.