મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષ દવે અને તેમની ટીમ દ્વારા આજ રોજ થોરાળા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વની અલગ અલગ દેશોના ચલણી સિક્કા, નોટ્સ અને ટપાલ ટિકિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, SMC ના સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા હાજરી આપવામાં આવી હતી.
મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષ દવે અને તેમની ટીમ દ્વારા આજ રોજ થોરાળા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વની અલગ અલગ દેશોના ચલણી સિક્કા, નોટ્સ અને ટપાલ ટિકિટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા, શિક્ષકગણ અને થોરાળા ગામના સરપંચ અમૃતભાઈ અંબાણી અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રદર્શન નિહાળવા થોરાળા માધ્યમિક શાળાના સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી અભ્યાસ પૂર્વક પ્રદર્શનને નિહાળ્યું હતું.