Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : જન્મ-મરણ નોંધણીની મુદતમાં વધારો કરી 90 દિવસ કરવા જિલ્લા પંચાયતનાં...

મોરબી : જન્મ-મરણ નોંધણીની મુદતમાં વધારો કરી 90 દિવસ કરવા જિલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ડે.સીએમને રજુઆત

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા તથા ઉપ પ્રમુખ જાનકીબેન કૈલાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું છે કે નિયમોનુસાર કોઇ જન્મ અને મરણ થયાના કિસ્સામાં એક માસ એટલે કે ૩૦ દિવસની અંદર નોંધણી કરાવી અને લગત કચેરીએથી પ્રમાણપત્ર મેળવી લેવાનુ હોય છે અને જો ૩૦ પછી કે એક વર્ષની અંદર તેની મોડી માહિતી આપવામાં આવેતો જન્મ અથવા મરણના ઠરાવેલા સત્તાધિકારીની લેખીત પરવાનગી તેમજ ઠરાવેલી ફી ભરવામાં અને નોટરી અથવા રાજય સરકારે આ માટે અધિકૃત કરેલા કોઇ પણ બીજા અધિકારીનું સોગંદનામુ રજુ કરવામાં આવે તોજ નોંધવાનો નિયમ છે. હાલમાં કોરોનાની મહામારીએ માથુ ઉંચકયુ છે તેવામાં જો કોઇના પરિવારમાં કોરોનાનો પોઝેટીવ કેસ આવે ત્યારે ૧૪ દિવસ હોમકોરોનટાઇન થવુ પડે છે અને જો મૃત્યુ થાય તો પરિવારમાં શોકની લાગણી હોય છે અને પરિવાર પણ ૧૪ દિવસ સુધી જાહેરમાં નિકળાતુ નથી. તેમજ ધંધા અને રાજેગારથી પણ દુર રહે છે તેવામાં સોંગદનામુ કરાવવીને તેમના સીરે વધુ એક આર્થીક બોજો ન પડે અને લગત કચેરીએ જન્મ અને મરણની નોંધણી નોટરી કે સોગંદનામા વગર પ્રમાણપત્ર મળી રહે તે માટે જન્મ અને મરણના ૩૦ દિવસ સુધીમાં નોંધાવવાના નિયમ ને વધુ સમય લંબાવી ૯૦ દિવસ સુધી કરવામાં આવે અને કોઇ નોટરી કે સોગંદનામુ ન કરવુ પડે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!