મોરબી ના ફડસર નજીકથી કોઝ વેમાં ફસાયેલા છ લોકોને રેસ્કયુ કરી બચાવાયા : મામલતદાર પોલીસ અને NDRF ની ટીમે મોડી રાત્રીના રેસ્કયુ હાથ ધર્યું હતું
મોરબી જીલ્લામાં સતત મેઘમહેર છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે ત્યારે મોરબી ના આમરણ પંથકમાં વરસાદના લીધે નિચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના લીધે જનજીવન પર અસર જોવા મળી હતી નદી અને નાળા ઓ બે કાંઠે થયા હતા
આવા વાતાવરણમાં મોરબી તાલુકા મામલતદાર ને ફડસર ગામ નજીક આવેલા કોઝ વેમાં અમુક લોકો ફસાયા હોવાની માહિતી મળતા મોરબી તાલુકા મામલતદાર ડી એ જાડેજા,તાલુકા પીએસઆઈ આર એ જાડેજા અને NDRF ની ટીમને લઈને માહિતી વાળી જગ્યાએ પહોંચી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું
જેમાં મોડી રાત્રીના શરૂ કરેલા આ રેસ્કયુ માં મામલતદાર અને પોલીસ તેમજ NDRF ની ટીમોએ કોઝ માં ફસાયેલા છ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ મોરબીમાં લોકોને છેવડાના વિસ્તરોમાં કામ સિવાયન જવા પણ તંત્રએ સુચના આપી છે
બીજી બાજુ હળવદ ની બ્રાહ્મણી નદીમાં પણ ભારે વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે જેના લીધે નદી બે કાંઠે થઈ છે આ સિવાય જો ડેમની વાત કરીએ તો મચ્છુ ૦૩ ,ડેમી ડેમ માં નવા નિરની આવક નોંધાઇ છે ત્યારે આગામી સમયમાં પણ અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાતા તંત્ર પણ અલર્ટ મોડ પર જોવા મળી રહ્યું