મોરબીના વીસીપરા વિસ્તારમાં મિત્રને આપેલા ઉછીનાં રૂપિયા પરત માંગતા મિત્ર સહિતના સાત ઈસમોએ એકસંપ થઈ યુવકના પરિવારને જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી ધોકા, પાઇપ તથા ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં યુવક તથા તેમના માતા-પિતાને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ ભોગ બનનાર યુવકના પિતાની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરા રોહિદાસપરા આંબેડકર ચોક પાસે રહેતા શિવાભાઈ કેશુભાઈ સારેસા ઉવ.૫૪ એ આરોપી (૧)જયસુખભાઈ સાવરીયા, (૨)જયસુખભાઇ ના પત્નિ ગુડીબેન, (૩)જયસુખભાઇના સાળા અરૂણભાઇ, (૪)જયસુખભાઈના સાળાની પત્નિ, (૫)જયસુખભાઈના સાસુ, (૬)જયસુખભાઈના સાળાની બાજુમા રહે છે તે બહેન, (૭)જયસુખભાઈના સાળાની બાજુમા રહે છે તે ભાઇ એમ સાત આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ફરીયાદી શિવાભાઈના દિકરા અજયભાઇએ તેના મિત્ર આરોપી જયસુખભાઈને ઘણો સમય પહેલા ત્રણસો રૂપીયા ઉછીનાં આપ્યા હતા, જે ઉછીનાં રૂપિયા અજયભાઈએ પરત માંગતા આરોપી જયસુખભાઈને સારું નહો લાગતા ઉપરોક્ત તમામ આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને અજયભાઈ પોતાના ઘરની સામે આંબેડકર ચોકમાં બેઠા હોય ત્યારે ત્યાં આ તમામ આરોપીઓ આવી ઉછીનાં રૂપિયા માંગવા બાબબટે બોલાચાલી કરી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત જારી ઢીકા પાટુ તેમજ લાકડાના ધોકા, પાઇપ વડે માર મારવા લાગ્યા હતા, તે દરમિયાન અજયભાઈના માતા-પિતા વચ્ચે છોડાવવા આવતા તેઓને પણ આ તમામ આરોપીઓ માર મારી બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, ત્યારે આજુબાજુના લોકી એકઠા થઇ જતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. હુમલામાં શિવાભાઈ તેમના પત્ની અને દીકરા અજયભાઈને ફ્રેકચર તેમજ મુંઢમાર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમો, એટ્રોસીટી એકટ તથા જીપીએકટ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.