મોરબી ફેમિલી કોર્ટ દ્વારા આજરોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં પરિણીતા દ્વારા ભરણ-પોષણ ન આપતા પતિ વિરુદ્ધ મોરબીના ધારાશાસ્ત્રી મારફત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે કેસ અત્રેની પ્રિન્સીપાલ ફેમિલી કોર્ટમાં ચાલી જતા પરિણીતાના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ભરણ-પોષણ ન ચૂકવતા પતિને દિવસ ૬૦ની સાદી કેદની સજાનો આદેશ કરાયો હતો.
કેસની ટુક વિગત મુજબ પત્નીને ભરણ-પોષણ પેટે ૮૦ હજાર નહીં ચૂકવતા પતિ સામે પત્નીએ મોરબીના ધારાશાસ્ત્રી નરેન્દ્રસિંહ ઝાલા મારફત અત્રેની ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણ બાબતનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે વકીલ નરેન્દ્રસિંહ જે. ઝાલાની કાયદાકીય દલીલોને આધારે ફેમિલી કોર્ટ દ્વારા આરોપી પતિ મેહુલભાઈ લક્ષ્મણભાઇ ભોજાણીને ૬૦ દિવસની સાદી કેદની સજાનો આદેશ જારી કરી મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો