મોરબીના જુના ઘુટુ રોડ ઉપર રીક્ષાની ઠોકરે બાઇક સવાર દંપતી સહિત તેનો ૧૪ વર્ષીય પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે તાલુકા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે રહેતા મૂળ સુ.નગર જીલ્લાના ચુલી ગામના વતની મુકેશભાઈ સોંડાભાઈ પલાણી ઉવ.૩૬ ગઈ તા. ૦૭ માર્ચના રોજ પોતાનું હોન્ડા સાઈ. રજી.નં. જીજે-૧૩-એએસ-૪૫૦૬ વાળું લઈને ચુલી ગામે સંબંધીને ત્યાં પ્રસંગમાં જતા હોય તે દરમિયાન જુના ઘુટુ રોડ ઉપર આવેલ સેફાયર સીરામીક પાસે પહોચતા રીક્ષા રજી.નં. જીજે-૧૩-એવી-૬૬૫૬ ના ચાલકે પોતાની રીક્ષા બેફામ અને બેદરકારી રીતે ચલાવી ઉપરોક્ત મુકેશભાઇના બાઇકને સાઈડમાં ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, ત્યારે અકસ્માતમાં મુકેશભાઈને પગમાં ફ્રેકચર તેમજ તેમના ૧૪ વર્ષીય પુત્ર જિગરને પગમાં બે જગ્યાએ ફ્રેકચર તથા તેમના પત્નીને શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હતી, ત્યારે મુકેશભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.