Wednesday, November 18, 2026
HomeGujaratમોરબી: ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ

મોરબી: ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા અપીલ

શિયાળુ વાવેતર પહેલાં ગુણવત્તા અને અધિકૃત વેચાણ અંગે તકેદારી રાખવા માર્ગદર્શિકા જાહેર કરી.

- Advertisement -
- Advertisement -

માત્ર અધિકૃત લાયસન્સવાળી સંસ્થાઓ કે સહકારી મંડળીઓ પાસેથી જ ખરીદી કરવી; પાકું બિલ ચોક્કસ લેવા અને છેતરપિંડીથી બચવા ખેતીવાડી વિભાગે માર્ગદર્શિકા જાહેર.

મોરબી જીલ્લાના તમામ ખેડૂતો આગામી શિયાળુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરે ત્યારે સાવચેતી રાખવા માટે જીલ્લા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) દ્વારા વિશેષ માર્ગદર્શિક પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મુજબ ખેડૂતોએ હંમેશાં અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરીયાઓ કે લેભાગુ તત્વો પાસેથી ક્યારેય બિયારણ, ખાતર કે દવાઓની ખરીદી કરવી નહીં, જેથી આર્થિક છેતરપિંડીથી બચી શકાય.

ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને ખરીદેલ ઇનપુટનું નામ તથા લોટ નંબર દર્શાવતું પક્કું બિલ સહી સાથે અવશ્ય લેવું. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટ્સ ખરીદવા નહીં અને હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ તેનો ઉપયોગ કરવો.

જો બજારમાં અનધિકૃત અથવા મળતા આવતા નામના અમાન્ય બિયારણ, ખાતર કે દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો તત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જીલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!