Sunday, October 6, 2024
HomeGujaratમોરબી:કૃષિ વિમાન યોજના હેઠળ ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવ કરાવવા ખેડૂતો અરજી કરી...

મોરબી:કૃષિ વિમાન યોજના હેઠળ ખેતરમાં ડ્રોનથી દવા છંટકાવ કરાવવા ખેડૂતો અરજી કરી શકશે

ખેડૂતોએ અધતન ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવની યોજના માટે ૩ જુલાઈથી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી

- Advertisement -
- Advertisement -

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા આઇ ખેડૂત ગુજરાત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં વર્ષ ૨૦૨૪-૨૫ કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૦૩ જુલાઇ ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!