Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:મકાનની દીવાલમાં હોલ(બારી) બુરવાની બાબતે વૃદ્ધ ઉપર પિતા-પુત્રનો હુમલો

મોરબી:મકાનની દીવાલમાં હોલ(બારી) બુરવાની બાબતે વૃદ્ધ ઉપર પિતા-પુત્રનો હુમલો

મોરબીના રવાપર રોડ સ્થિત વિજયનગર સોસાયટીમાં વૃદ્ધના મકાનની ગેલેરીની દીવાલમાં બારી જેટલો હોલ હોય જે પાછળના મકાનમાંથી કોઈપણ વ્યક્તિ તેમના મકાનમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનું હોય જેથી વૃદ્ધ દ્વારા આ બકોરું બુરવા પોતાની દીવાલમાં એંગલ મારતા હોય જે બાબતે પાછળ રહેતા મકાનવાળા પિતા-પુત્રએ વૃદ્ધના ઘરે આવી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી શારીરિક ઇજાઓ પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિજયનગર-૧ માં રહેતા ૬૪ વર્ષીય રણછોડભાઈ વનજીભાઈ કાચરોલાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી હંશરાભાઇ કાવર તથા જીગ્નેશભાઇ હંશરાજભાઇ કાવર

રહે-બન્ને સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ ૪૦૧,સતાધાર સોસાયટી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકલ તા.૦૬/૧૧ના રોજ ફરીયાદી રણછોડભાઈ પોતાના ઘરની ગેલેરીમા સામાવાળાના ઘરની દીવાલમા આવેલ બારી(હોલ) કે જેમાંથી કોઇપણ વ્યક્તિ આવી જઈ શકે તેમ હોય તે બંધ કરવા માટે રણછોડભાઈ પોતાની દીવાલમાં એંગલ લગાવીને છાપરૂ કરતા હોય જે બાબતે સામાવાળા મકાનમાં રહેતા આરોપી હંશરાજભાઈ અને તેમનો પુત્ર આરોપી હર્ષદભાઈ એમ બંને પિતા-પુત્ર રણછોડભાઈ પાસે આવી તેની સાથે બોલાચાલી કરી અપશબ્દો આપેલ અને ઢીકાપાટુનો માર મારી શરીરે મૂઢ ઇજા કરેલ હોય ત્યારે સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર વૃદ્ધ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી બંનેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!