મોરબી તાલુકા પોલીસ અથાકે નોંધાયેલ અ.મોતની નોંધ બાબતે મળતી વિગતો મુજબ તાલુકાના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા રમેશભાઈ પેથાભાઈ પરમાર ઉવ.૫૫ને છેલ્લા સાત-આંઠ વર્ષથી મગજની બીમારી હોય જેના કારણે ક્યારેક ક્યારેક આચકીઓ આવતી હોય અને આ માટેની તેની દવા પણ ચાલુ હોય ત્યારે આ બીમારીથી કંટાળીને પોતાના ઘરના રૂમમાં પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા રમેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસ દ્વારા મૃત્યુના કરણ નબતની તપાસમાં મૃતકના પુત્ર ભરતભાઇ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે