Friday, September 20, 2024
HomeGujaratમોરબી:ઈન્ડસઇન્ડ બેંકની મહિલા કર્મચારીએ વૃદ્ધ સાથે ૧૮ લાખની ઠગાઈ કરી, સાયબર ક્રાઇમમાં...

મોરબી:ઈન્ડસઇન્ડ બેંકની મહિલા કર્મચારીએ વૃદ્ધ સાથે ૧૮ લાખની ઠગાઈ કરી, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના કર્મકાંડી ભુદેવની એફડી કરાવેલ મરણમૂડીના નાણા નેટબેકિંગ મારફત અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં દરબારગઢ નજીક આવેલ નાગનાથ શેરીમાં રહેતા કર્મકાંડી વૃદ્ધ સાથે પાડોશી ઈન્ડસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ નેટ બેન્કિંગ આઈડી-પાસવર્ડ મેળવી બેંકમાં રહેલ એફડીમાંથી રૂપિયા ૧૮ લાખ અન્ય અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી દરબાર ગઢ નજીક આવેલ નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઇ મહાદેવપ્રસાદ પંડયા ઉવ.૬૪ એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી ઇન્ડીસઇન્ડ બેંક કર્મચારી ભાવિશાબા એસ. ઝાલા રહે.વડોદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આ કામના ફરીયાદી મુકેશભાઈ પંડ્યા તથા આરોપી ભાવિશાબા ઝાલા પડોશી હોય અને એકબીજા ઓળખતા હોય ત્યારે ઘરે અવર-જવર હોય જેથી વિશ્વાસ કેળવાય ગયાનો ફાયદો ઉઠાવી આ આરોપી ઇન્ડસઇન્ડ બેંકની મહિલા કર્મચારી મોરબી ખાતે નોકરી કરતા હોય જેથી બેંકના કર્મચારી તરીકે વિશ્વાસમા લઇ ફરીયાદી મુકેશભાઈની મરણમુડી સમાન મોટી રકમ બેંકમાં ડીપોઝીટ કરાવી હતી. અને તે રૂપિયા ફીકસ ડીપોઝીટમાં રખાવ્યા હતા. ત્યારે મુકેશભાઈના બેંક એકાઉન્ટની સવેદનશીલ માહીતી(ઇન્ટરનેટ બેંકીગ આઈડી પાસવર્ડ) મદદ કરવાના બહાને જાણી લઇ તેનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી તા.૪ ઓગસ્ટ ૨૦૨૩ થી તા.૮ ઓગસ્ટ ૨૦૨૩ દરમ્યાન મુકેશભાઈના ફિકસ ડીપોઝીટમાં રહેલ નાણા પૈકી રૂા.૧૮,૦૦,૦૦૦/- તેમની જાણ બહાર આ મહિલા બેંક કર્મચારીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકશન કરી, ઉચાપત કરી મેળવી લઇ બેંક કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા હાલ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ઇન્ડીસઇન્ડ બેંકના મહિલા કર્મચારી ભાવિશાબા ઝાલા સામે આઇપીસી કલમ ૪૦૯, ૪૨૦ તથા આઇ.ટી.એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!