Sunday, September 8, 2024
HomeGujaratમોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર કુલ ૧૪...

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર કુલ ૧૪ સ્થળોએ ટ્રેનિંગ-ડેમોસ્ટ્રેશનનું આયોજન કરાયું

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફ્ટી તથા આગ લાગવાના બનાવમાં કેવા પ્રકારના પગલાં લેવા તે હેતુસર અલગ અલગ શૈક્ષણિક સંકુલ, હોટલો, હોસ્પિટલો તથા પોલીસ હેડ ક્વાર્ટર જેવા સ્થળોએ ટ્રેનિંગ ડેમોસ્ટ્રેશનના કાર્યક્રમ યોજી કુલ૧૩૬૩ લોકોને આગ અને આપતકાલીન સમયે કેવા પગલા લેવા માહિતગાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા બ્લોસ્સમ પ્રાઇમરી સ્કૂલ રવાપર ઘુંનડા રોડ પર, સયાજી હોટલ સ્ટાફ લાલપુર, સ્માઈલ કીડ્સ પ્લે હાઉસ મુનનગર, સત્વ ડેકોર એલએલપી કંપનીમાં રવાપર નદી રોડ, સમર્પણ લેમીનેટ કંપનીમાં રાજપર રોડ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય કલ્યાણગામ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ શ્રી કંકેશ્વરી દેવી ખોખરા હનુમાન, વાંકાનેર સિવિલ હોસ્પિટલ સ્ટાફ, પોલીસ હેડ ક્વાર્ટર મકનસર સ્ટુડન્ટ પોલીસ કેડેટ જુનિયર તથા સિનિયર, વાંકાનેર ટોલ પ્લાઝા, સમર્પણ હોસ્પિટલ મહેન્દ્રનગર ચોકડી, કલ્બ 36 સ્ટાફ લજાઈ, તાલુકા શાળા નંબર ૧ મણી મંદિર પાસે, આંબાવાડી તાલુકા શાળા ઉમિયા સર્કલ પાસે ગીતાસ્કૂલની સામે એમ કુલ ૧૪ સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હોટલ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફ વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફ સહિત ટોટલ ૧૩૬૩ લોકોને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ જે તે સ્થળ પર જઇને આપવામાં આવી હતી.

આ ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું જેમાં વડોદરામાં જે હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટના બનેલ હતી. જો તેમાં બધાં વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવેલ હોત તો બધાં બાળકોનો જીવ બચી જાત તેમજ આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પદ્ધતિસર સમજાવવામાં આવી અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો કરવામાં આવેલ હતો.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જીલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) & લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!