મોરબીના વીસીપરા વિસ્તારમાં પ્રજાપતિ કારખાનાની બાજુમાં પડેલા કચરામાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
મોરબી ફાયર કંટ્રોલરૂમને સાંજે ૭.૧૯ વાગ્યે વીસીપરા વિસ્તારમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રજાપતિ કારખાનાની બાજુમાં પડેલા કચરાના ઢગલામાં કોઈ અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. નજીકમાં બાવળ હોવાથી આગ વધારે ફેલાવવા લાગી હતી. ત્યારે મોરબી ફાયર બ્રિગેડે ઝડપભેર કામગીરી કરી આગને ફેલાતી અટકાવી અને સમયસર કાબુમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની કે મોટી નુકસાનની ઘટના બની નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.









