નવ દિવસના ગણપતિના દિવ્ય મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી બાદ આજે દસમા દિવસે અનંત ચતુર્દશીએ વિગ્નહર્તા દેવને ભાવભેર વિદાય આપવા માટે વિસર્જનના કાર્યક્રમ યોજાયા છે, અને અનેક ગણપતિ મંડળ-પાંડાલના સંચાલકો દ્વારા ગણપતિ બાપાની નાની મોટી મૂર્તિઓને વાજતે ગાજતે લઈ જઈ મૂર્તિઓને વિસર્જિત કરવા માટે કાર્યક્રમ યોજાયા છે. ત્યારે મોરબીની આરટીઓ ઓફિસ પાસે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મોરબી જિલ્લામાંથી અને મોરબી સિટીમાંથી ગણેશ વિસર્જન કરવા આવતા પબ્લિકની સેફટી માટે કોઈ એવો જાનહાનિનો બનાવ કે ડૂબવાનો બનાવ ના બને એના ભાગરૂપે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો સવારના 10:00 વાગ્યાથી રાતના પૂરું થાય ત્યાં સુધી ખડા પગે રહેશે. ત્યારે તેઓ દ્વારા મોરબીની જનતાને આહવાન કરવામાં આવ્યું હતું કે, કોઈ નિયમોનું ઉલંઘન ના કરે અને કોઈ નદીના પટ પાસે કે કિનારે ના આવે.