ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા દરેક જીલ્લામાં ફાયર નું માળખું સુવ્યવસ્થિત થાય એ હેતુ થી મોરબી જીલ્લાને ઈમરજન્સી રેસ્ક્યુ વાહન ફાળવવામાં આવ્યું છે.
શું શું ખાસિયત છે આ વાહનમાં?
આ વાહનમાં રેસ્ક્યુ કાર્ય સરળતાથી કરી શકાય એવા અદ્યતન હાઈડ્રોલીક અને ઈલેક્ટ્રીકલ સાધનો તથા સાધનો ને ચલાવવા માટેના જનરેટર સેટ આપેલા છે. કાર અકસ્માત બચાવ કામગીરી તેમજ બિલ્ડીંગ ધરાશાયી બચાવ કામગીરી માં જરૂરી કટિંગ, સ્પ્રેડિંગ, લીફટીંગ અને પુલિંગ માટેના સાધનો , આગ સમયે ધુમાડો થતા અંદર ફસાયેલ વ્યક્તિની બચાવ કામગીરી કે ફાયરમેન ને કૃત્રિમ શ્વાસ મળી સકે તે માટે BA સેટ (કૃત્રિમ શ્વસન યંત્ર), આગ સમયે ઘટના સ્થળ પરથી ધુમાડો બહાર કાઢવા માટેના વેન્ટીલેટર, ફાયર મેન એક્ષ, ફાયર બ્લેન્કેટ, રેસ્ક્યુ નેટ, મેન્યુઅલ કટિંગ અને બ્રેકીંગ ટૂલ્સ, ક્લોરીન લીકેજ કીટ, ઘાયલ વ્યકિતને એમ્બ્યુલન્સ સુધી પહોચાડવા માટેના અલગ-અલગ સ્ટ્રેચર, એક્ષ્પ્લોઝન પ્રૂફ લેમ્પ, ઈમરજન્સી સમયે જરૂરી ફલડ લાઈટ વગેરે સાધનો છે.