મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં ગત રાત્રીના સમયથી અત્યાર સુધીમાં ત્રણ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.જેમાં વીરપર નજીક કારમાં,લજાઈ ચોકડી નજીક યુનાઇટેડ કંપનીમાં તેમજ ધ્રુવનગર પાસે મગફળીના ભૂંસા અને જુવારના સારાંમા આગ લાગવાના બનાવ સામે આવ્યા હતા. ત્રણે બનાવોમાં મોરબી ફાયર ટીમે ૨૪ કલાક ખડેપગે રહી કાબૂ મેળવ્યો હતો.એક પણ ઘટનામાં સદનસીબે જાનહાનિ થવા પામી નથી.
મળતી માહિતી અનુસાર, મોરબી ફાયર કંટ્રોલરૂમમાં ગત મોડી રાત્રિથી લઇને અત્યાર સુધીમાં આગના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં મોરબી ફાયર & ઈમરજન્સી સર્વિસના જવાનો બનાવ સ્થળે પહોંચી રાત્રીના ૧૨:૩૦ વાગ્યે વીરપર નજીક BMW CAR GJ 36 B 8081 ને, ૧૦:૩૦ વાગ્યે લજાઈ ચોકડી નજીક યુનાઇટેડ કંપનીમાં આગ લાગી હતી. જ્યારે ધુવનઞર પાસે મોતીભાઈ પશુપાલકના મગફળીના ભૂંસા અને જુવારના સારાંમા આગ લાગવાની ઘટના બની હતી.
જ્યાં ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.જે એક પણ આગની ઘટનામાં જાનહાની થયાનું સામે આવ્યું નથી. તેમજ પશુપાલન મગફળી ભૂસા અને જુવારના સારામાં આગની ઘટનામાં રાજકોટ ટીમની પણ મદદ લેવામાં આવી હતી.