મોરબી ફાયર ટીમને મળેલા રેસ્ક્યૂ કોલ બાદ ફાયર ટીમ તાત્કાલિક ટંકારા તાલુકાના જીવાપર ગામે પહોંચી ૬૦ ફૂટ ઊંડા કૂવામાંથી ૧૨ વર્ષિય સગીરાના મૃતદેહને લગભગ એક કલાકની ભારે મહેનત બાદ બહાર કાઢી હતી. મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં તા.૧૪/૧૧ના રોજ ૦૧:૧૬ કલાકે રેસ્ક્યૂ માટેનો તાત્કાલિક કોલ મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. આ ઘટના ટંકારા તાલુકાના જીવાપર ગામના ડગરપાર્ટ વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં ૬૦ ફૂટ ઊંડા કૂવામાં એક સગીર પડી ગયો હોવાની માહિતી મળી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતાંજ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યાં લગભગ ૧ કલાકની ભારે જહેમત અને લોક સહાયતા સાથે ટીમે સગીરના મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢી હતી. મૃતક સગીરનું નામ જયદીપ મહેશ ભાભોર ઉમર ૧૨ વર્ષ રહે.મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના રાસવા ગામના નિવાસી અને હાલ ટંકારા તાલુકાના જીવાપર ગામની ડગરપાર્ટ વાડી વિસ્તારમાં રહેતા હતા. ફાયર વિભાગે ડેડબોડીને ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડી આપી છે









