Wednesday, April 17, 2024
HomeGujaratમોરબી : લીલાપર રોડ ફીલ્ટર હાઉસ પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ...

મોરબી : લીલાપર રોડ ફીલ્ટર હાઉસ પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફીલ્ટર હાઉસ પાસે જાહેરમાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોલ પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા આરોપીઓ વીજયભાઇ કમલેશભાઇ પરમાર (ઉ.વ.૨૯, રહે વાવડી રોડ કારીયા સોસાયટી), લક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા (ઉ.વ.૨૬, રહે વાવડી રોડ ભગવતીપરા શેરી નં. ૬), તરૂણભાઇ નરસંગભાઇ મારૂ (ઉ.વ.૩૧, રહે વીશીપરા ગુલાબનગર હનુમાનજીનાં મંદિર પાસે), જયેશભાઇ રાણાભાઇ મારૂ (ઉ.વ.૩૨, રહે વાવડી રોડ ગાયત્રીનગર હનુમાનજીનાં મંદિર પાસે), ભારૂભા લાલુભા બાવડા (ઉ.વ.૪૫, રહે લીલાપર રોડ ખડીયાવાસ) વાળાઓને જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. ૩૪,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!