મોરબી શહેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વજેપર શેરી નં. ૧૩ માં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમી રહેલ રવીભાઈ વિનુભાઈ પોયલા રહે.કાલીકાલોટ શેરી નં.૨ મોરબી, જયેશભાઈ હમીરભાઈ ખાંભલા ઉવ.૩૩ રહે.મોરબી-લીલાપર રોડ, પુનમબેન રામજીભાઈ બાંભણીયા ઉવ.૨૭ વજેપર શેરી નં. ૧૧ મોરબી, જરીનાબેન સલીમભાઈ હુશેનભાઈ સુમરા ઉવ.૩૫ રહે . કાલીકાપ્લોટ શેરી નં.૫ મોરબી તથા જશુબેન દીલીપભાઈ મગનભાઈ પોયલા ઉવ.૪૫ રહે. ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ મોરબી વાળાને કુલ રૂ.૩,૯૦૦/- ની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.