મોરબી જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન નંબર પ્લેટ વગરના ટ્રીપલ સવારી મોટરસાયકલમાં નીકળેલા ઈસમો વિરુદ્ધ જાહેરનામાં ભંગનો કેસ કરેલ અને બાઈકના કાગળો રીયાઝ ઉર્ફે ભાવેશ ફતેમામદ ભટી (ઉ.વ.૨૪) પાસે માંગતા કાગળો ના હોય જેથી તપાસ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું જે આરોપી રીયાઝ સાથે એક બાળકિશોર મળી આવ્યો હતો અને ઝડપાયેલ આરોપ રિયાઝે તાજેતરમાં લૂંટના ગુન્હામાં ઝડપાયેલ આરોપી આફતાબઅલી ઉર્ફે અશો જાકબ અલી ભટી (રહે.મોરબી વિસીપરા વાળા) સાથે મળી બે મહિના પહેલા ટીંબડી પાટિયા નજીકથી ચોરી કર્યાની કબુલાત આપી હતી ઝડપાયેલ આરોપીએ અન્ય સાથીઓ સાથે મળીને મોરબી શહેર એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા વિસ્તારમાં મળીને પાંચ મોટરસાયકલ ચોરીને અંજામ આપ્યો હોય જે પાંચ ગુન્હા ડિટેકટ કરી પાંચેય ગુન્હાનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે
આ કામગીરીમાં એ ડીવીઝન પી આઈ બી પી સોનારા, વી જી જેઠવા, પ્રફુલભાઈ પરમાર, કિશોરભાઈ મિયાત્રા, મનસુખભાઈ દેગામડીયા, ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, રાજુભાઈ બોરીચા અને ભરતભાઈ હુંબલ સહિતની ટીમ જોડાયેલ હતી