Thursday, May 22, 2025
HomeGujaratમોરબી: રાજકોટના આંગડીયા પેઢીના વેપારીની કાર આંતરી અજાણ્યા પાંચથી સાત લોકો દ્વારા...

મોરબી: રાજકોટના આંગડીયા પેઢીના વેપારીની કાર આંતરી અજાણ્યા પાંચથી સાત લોકો દ્વારા ૯૦ લાખ રૂપિયાની લુંટ.

નંબર પ્લેટ વગરની પોલો અને બલેનો કારમાં આવેલા શખ્સોએ ટંકારા નજીક ખજૂરા હોટલે કાર રોકાવી લાકડા, પાઈપ અને છરીથી હુમલો કરી રોકડ ભરેલા બે થેલા લઇ ગયાં.

- Advertisement -
- Advertisement -

મોરબી: રાજકોટના આંગડીયા પેઢીના વેપારીને મોરબી જતા રસ્તામાં બે નંબર વગરની કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલે રોકી લાકડાં, પાઈપ અને છરીથી હુમલો કર્યો હતો. અગાઉ કારનો પીછો કરી કાર સાથે કાર અથડાવી પલ્ટી મારવાનો પ્રયાસ પણ કર્યો હતો, જે બાદ લૂંટારૂઓએ કારમાંથી રૂપિયા ૯૦ લાખ ભરેલા બે થેલા લૂંટી અને નાસી છૂટ્યાં હતાં. સમગ્ર ઘટનાને આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ૪૦૧ અક્ષર એવન્યુ અંબીકા ટાઉનશીપમાં રહેતા મુળ અનીડા ભાલોડી તા.ગોંડલના વતની નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી વેપાર તથા વકીલાત સાથે સંકળાયેલા છે અને નિલેશભાઈ રાજકોટ હરીકૃષ્ણા આર્કેડ ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે “ટી. એન્ટરપ્રાઇઝ(ટીટેનીયમ)” નામની આંગડીયા પેઢી ચલાવતા હોય, તેઓએ ટંકારા પોલીસ મથકમાં નંબર પ્લેટ વગરની પોલો અને બલેનો કારમાં સવાર પાંચથી સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૧/૦૫ ના રોજ બપોરના અરસામાં રાજકોટથી મોરબી ધંધાના કામે પેમેન્ટ કરવા નિલેષભાઈ અને જયસુખભાઈ તેમની મહિન્દ્રા XUV-૩૦૦ કાર રજી. જીજે-૦૩-એનકે-૩૫૦૨ માં રૂ.૯૦ લાખની રોકડ રકમ લઈને મોરબી તરફ જઇ રહ્યા હતા. ત્યારે ચાંમુંડા હોટલ મિતાણા ગામ પાસે પાછળથી વાઈટ કલરની નંબર વગરની પોલો કારે તેમનો પીછો કરવાનું શરૂ કર્યો હતો. આ દરમિયાન પલ્ટી મરાવવાનો પ્રયાસ, લાકડાં તથા હથિયાર વડે હુમલો તેમજ વાહનની સામે બીજી બલેનો કાર ઉભી રાખી પાંચથી સાત શખ્સોએ નિલેશભાઈની કારને રોકી હતી. ત્યારે લૂંટ થવાની શકયતાને પારખી નિલેશભાઈએ તેમના ડ્રાઈવર જયસુખભાઈને કાર ચલાવવાનું કહેતા તેઓ ત્યાંથી પોતાની કાર ખજુરા રિસોર્ટ સુધી પહોંચતાં, બલેનો કાર દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે કારના ટાયર ફાટતાં, તેમને રોકાવું પડ્યું હતું. ત્યારે પાછળથી આવેલા શખ્સોએ ફરી હુમલો કરી તેઓના વાહનમાં મૂકેલા રૂપિયા પચાસ લાખ અને ચાલીસ લાખ ભરેલા બે થેલા તેમજ બેંક દસ્તાવેજોનો લાલ થેલાની લૂંટ કરીને પોલો અને બલેનો કારમાં નાસી છૂટ્યા હતા. જે બાદ ઘટના અંગે તાત્કાલિક નિલેશભાઈ દ્વારા પોલીસને જાણ કરતા, તુરંત ટંકારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલ નિલેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટ/ધાડ તથા લૂંટ/ધાડના ઇરાદે જીવલેણ હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!