મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી બાલમંદિરની બાજુમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા રવજીભાઈ બાબુભાઇ મકવાણા ઉવ.૫૮, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા ઉવ.૩૨, વિહરભાઇ મગનભાઇ હમીરપરા ઉવ.૨૩ તથા સાગરભાઈ મગનભાઇ બોરાણીયા ઉવ.૩૧ તમામ રહે.મોરબી-૨ ત્રાજપર ખારી વાળાને રંગેહાથ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રાકડા રૂ.૧૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.