ર્ડો.હસ્તીબેન મહેતાના ૧૪૩ માં મેડિકલ કેમ્પમાં નિદાન, સારવાર તથા દવા વિતરણ કરાયું
મોરબીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા તા.૧૭/૦૯ના ડ્રાઇવર દિવસ નિમિત્તે વાહન ચાલકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ર્ડો.હસ્તીબેન મહેતાના આ ૧૪૩ માં કેમ્પનું આયોજન ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલક(ડ્રાઇવરો)નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ દર્દીના કેશ પેપર તૈયાર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં તમામ દર્દીના વજન ચેક કૌશિકાબેન રાવલે કર્યા હતા. જ્યારે કેતનભાઈ મેહતા દ્વારા બ્લડ સુગર ચેક કરાયું હતું ત્યારે દર્દીનું બ્લડસુગર ચેક કરી તેઓને ત્રણ દિવસની દવા વિતરણ રશ્મિભાઈ દેસાઈ દ્વારા કરાયું હતું આ ઉપરાંત વાહન ચાલકોની આંખોનું ચેકઅપ દૃષ્ટિ વિઝનના ગજુભા તથા વિશાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત જણાતા નંબર મુજબ ચશ્માની ફ્રેમનું પણ વિતરણ કર્યું હતું. વળી, જયસુખભાઈ ભાલોડીયા દ્વારા શરીરના વિવિધ ભાગોના પોઇન્ટ દ્વારા હાથ ,પગ કમ્મર તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ દ્વારા એકયુપંચરની વિશિષ્ટ સારવાર આપી હતી જેના પરિણામ સ્વરૂપે દર્દીઓએ રાહતની લાગણી અનુભવી.
આ કેમ્પને સફળ બનાવવાના સ્વાગત પેટ્રોલપંપ ડીલર ભાવેશભાઈ રબારી, સિનિયર મેનેજર નેમેષ દેશમુખ, સેલ્સ ઓફિસર મહેશ સુથાર તેમજ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.