મોરબી તાલુકાનાં માળીયા વનાળીયા ગામે વ્યંજકવાદી ઓના ત્રાસથી આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ વ્યાજખોરો અવારનવાર ધમકી આપતા હોય તથા આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં આધેડના મજૂરીના બાકી નીકળતા પૈસા હોય તે ન આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેને પગલે તમામ આરોપીઓ સામે પીડીતના પુત્રે ધાક ધમકીઓ આપવા, એટોસીટી તથા ગેરકાયદે નાણાની ધીરધારની કલમો હેઠળ મોરબી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના માળીયા વનાળીયા ગામે રહેતા બળવંતભાઈ શેખવાએ વ્યાજખોરોએ અન્ય વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા હોય તેમા જામીન તરીકે વચ્ચે રાખ્યા હતા. ત્યારબાદ વ્યાજે રૂપિયા લેનાર વ્યક્તિએ હાથ ઊંચા કરી રૂપિયા આપવામાં ડાંડાઈ કરતા વ્યજખોરોએ રૂપિયા આપવાનું દબાણ કરી વૃદ્ધને અવાર નવાર ધમકી આપતા હતા.
જેથી કંટાળીને આખરે બળવંતભાઈએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પીડીતના પુત્રે
ત્રાસ આપનાર શખસો ગોપાલ ફાયનાન્સ વાળા ગભલાભાઇ, કેશુભાઈ ખાખરાળા વાળા, મેહુલભાઈ, સંદીપભાઈ પટેલ વિનસલ કારખાનાવાળા તથા વિડીયોમાં દેખાતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મેહુલે તેમના પિતાને જામીન તરીકે વચ્ચે રાખીને બીજા માણસોને વ્યાજે રૂપીયા આપી તે લોકો રૂપીયા આપતા ન હોય તેની ઉઘરાણી તેમના પિતા પાસે કરતા હોય જે પૈસા તેમના પિતાએ આપેલ હોય તે પૈસા પાછા માંગતા પૈસા નહી તેવી ધમકી આપી હતી. વધુમા આરોપી ગભલાભાઈ અને કેશુભાઈએ બળવંતભાઈને આપેલ પૈસા પરત માંગતા મારવા દોડતા હોય તેમજ આરોપી સંદીપ પાસે ફરી.ના પિતાને મજુરીના લેવાના બાકીના રૂપીયા ન આપી તેમજ વિડીયોમા દેખાતો એક આરોપીએ વિડીયોમા ફરીયાદીના પિતાને જાહેરમા જ્ઞાતિ વિરૂધ્ધ હડધુત કરેલ હોય આમ ઉપરોક્ત તમામ આરોપીઓના ત્રાસના કારણે કંટાણીને ફરીના પિતાએ મજબુરીમા ઝેરી દવા પી લીધી હતી
પોલીસે તમામ સામે ૫૦૪,૫૦૬(૨), એટોસીટી તથા ગેરકાયદે નાણા ધીરધારની કલમો હેઠળ ગુનો નોંધયો હતો સમગ્ર મામલાની તપાસ મોરબીના નાયબ પોલીસ અધિક્ષક હષૅ ઉપાધ્યાય ચલાવી રહયા છે.