મોરબીના મહેન્દ્રનગર ૬૬ કેવીના લાઇન ઇન્સ્પેક્ટર એન.એન.ચૌધરી વય મર્યાદા પૂર્ણ તા.૨૪ ઓક્ટો.૨૦૨૪ના રોજ નિવૃત થતા મોરબી “એ ડિવિઝન સબ સ્ટેશનના આંગણે યોજાઈ ભવ્ય વિદાયમાન સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઈજનેર એ.કે.પટેલ તથા અતિથિ વિશેષ નાયબ ઈજનેર પી.ડી.પટેલ તેમજ જુનિયર ઈજનેર તેમજ એજીવીકેએસના હોદ્દેદારો ઝાલાભાઇ, કાવરભાઇ, જાડેજાભાઇ, કર્મચારી મિત્રો તેમજ એન.એન.ચૌધરીભાઈનું મિત્ર મંડળ ઉપસ્થિત રહેલ
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી કાયૅકમ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શેરસિયા સાહેબે કરેલ તેમજ પ્રાસંગિક ઉધબોધન પી.ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે મોરબી એ સબ સ્ટેશનના સ્ટાફે પુરી જહેમત ઉઠાવેલ હતી, આ સાથે મોરબી બી.એસ.એસ સ્ટાફ દ્વારા ચોધરીભાઇને મોમેન્ટ તથા સાલથી સન્માનિત કર્યા હતા. જેટકો કંપની તરફથી શાલથી શેરસિયા સાહેબ તથા કુંડરિયા સાહેબે સન્માનિત કાર્ય હતા, જ્યારે કાર્યપાલક ઈજનેર એ.કે.પટેલે ચાંદીનો સિક્કો, સેવા પ્રમાણપત્ર ફળદુ સાહેબ દ્વારા આપી સન્માનિત કરાયેલ હતા. રાજકોટ મંડળીના ભગદેવભાઈ દ્વારા ચૌધરી ભાઈનું સાલ ઓઢાળી સન્માન કરેલ તેમજ એજીવીકેએસ યુનિયન તરફથી યાદગાર શ્રેષ્ઠ સભ્યનો શિલ્ડ અર્પણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં એ.કે.પટેલ દ્વારા ચૌધરીભાઇનું નિવૃત્ત જીવન સુખ-સમૃદ્ધિ, આરોગ્ય મહી તેમજ પરિવારલક્ષી કાર્યો કરવામાં થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમનું આભાર દર્શન મોરબી એડીશનલ સર્કલ સેક્રેટરી ડી.જે અઘારાએ કરેલ તથા સંચાલન કે.આઈ.ગોસાઈભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.