મોરબી ભૂસ્તર શાસ્ત્રીની ટીમ દ્વારા
મોરબી તાલુકાના રાપર નદીના પટ્ટમાં ખાનગી વાહનમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરનાર એક ડમ્પર તેમજ માળીયા રોડ પર રાત્રીના સમયે ચેકઇન્ગ કરતા એક ડમ્પર સહિત બંને ડમ્પર સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
મળતી માહિતી અનુસાર, ભુસ્તરશાસ્ત્રી મોરબી દ્વારા જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અંતર્ગત આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચના મળતાં કચેરીની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી મહેશ્વરી દ્વારા મોરબી તાલુકાના રાપર નદી પટ્ટ ખાનગી વાહનમાં આક્સ્મિક તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક ડમ્પર નંબર નગરનું જેના ચેસીસ નંબર MAT7701N3P34138 જેના માલીક સાગરભાઈ માલા રહે. કાલાવડ વાળાને પકડવામાં આવ્યા હતા. તેમજ માળિયા રોડ પર રાત્રીનાં સમયે ચેકઇન્ગ કરતાં એક ડમ્પર નં GJ-12-BT-5689 ને સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ સીઝ કરી બન્ને ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…