મોરબી: સુપ્રીમ કોર્ટ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર પ્રેક્ટિસ વેરીફીકેશન રૂલ્સ-૨૦૧૫ મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ ઉપર તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી નોંધાયેલા ધારાશાસ્ત્રીઓએ ફરજિયાત “પ્રેક્ટિસ વેરીફીકેશન ફોર્મ” ભરવું પડશે. જરૂરી ડોક્યુમેન્ટસ સાથે ફોર્મ ૧૫ દિવસની અંદર મોકલવાનું રહેશે. જે ધારાશાસ્ત્રીઓએ અગાઉ આ ફોર્મ ભર્યું છે તેઓને ફરીથી ભરવાની જરૂર નથી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, નામદાર સુપ્રીમ કોર્ટ તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશને અનુસરતા પ્રેક્ટિસ વેરીફીકેશન રૂલ્સ, ૨૦૧૫ અમલમાં મૂકાયા છે. જેમાં જુલાઈ ૨૦૧૦ થી ૨૮ ફેબ્રુ.૨૦૨૨ સુધીમાં નોંધાયેલા તમામ ધારાશાસ્ત્રીઓ, જેમણે અગાઉ “ડેક્લેરેશન ફોર્મ” ભરેલું હતું. તથા તારીખ ૨૮ ફેબ્રુ.૨૦૨૨ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા બધા ધારાશાસ્ત્રીઓ આ ફોર્મ નવેસરથી ભરવાનું ફરજિયાત છે. આ સાથે સબમિટ કરવા જરૂરી ડોક્યુમેન્ટસ (બે સેટમાં) જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની માર્કશીટ, ગ્રેજ્યુએશન અને એલ.એલ.બી. ના તમામ વર્ષની માર્કશીટ, છેલ્લા પાંચ વર્ષના પાંચ વકીલાતનામાં અથવા કોઝ-લિસ્ટ (ઈ-સ્ટેટસ) વિશેષમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ ૦૧ જાન્યુઆરી ૧૯૯૦ પહેલા નોંધાયેલા ધારાશાસ્ત્રીઓને માર્કશીટ મોકલવાની જરૂર નથી. આ ઉપરાંત જેઓએ અગાઉ પ્રેક્ટિસ વેરીફીકેશન ફોર્મ ભરી દીધું છે, તેમને ફરીથી ભરવાની જરૂર નથી. પ્રેક્ટિસ વેરીફીકેશન ફોર્મ https://barcouncilofgujarat.org/images/Files/PracticeVerificationForm.pdf
આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે, ફોર્મ સાથેના તમામ દસ્તાવેજો ૧૫ દિવસની અંદર જમા કરાવવા ફરજિયાત રહેશે તેમ સિદ્ધિ ડી. ભાવસાર, ઇન્ચાર્જ સેક્રેટરી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની યાદીમાં જણાવ્યું છે