ચૈત્ર માસ એટલે ભક્તિનો માસ ચૈત્રમાં સુદ એકમથી લઈને ચૈત્રમાસ પૂનમ સુધી ભક્તિમય વાતાવરણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. ચૈત્ર સુદ એકમથી લઈને નોંમ સુધી માતાજીના નવરાત્રિ ગણવામાં આવે છે અને નોમના દિવસે ભગવાન શ્રીરામનો જન્મદિવસ ગણવામાં આવે છે. જેને રામનવમી તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજે મોરબી પણ રામ જન્મનાં ઉત્સવમાં રંગાયું હતું આ શોભાયાત્રા માં શામેલ બુલડોઝર આકર્ષણ નુ કેન્દ્ર રહ્યા હતા.
મોરબીમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપથી શરૂ થઈ નહેરુગેટ ચોક થઈ મોરબીના રાજમાર્ગો પરફરી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ વાહિની સહિતના જુદા જુદા ગ્રુપ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શરૂ થઈ હતી અને શોભાયાત્રાનું જુદી જુદી સંસ્થાનાં આગેવાનો અને જુદા જુદા સમાજના લોકો દ્વારા વિવિધ સ્થાન પર સન્માન કરવામાં આવ્યું હતું.