Thursday, April 25, 2024
HomeNewsMorbiમોરબી ઘરમાં ગેસનો બાટલો ફાટતાં ત્રણ સભ્યો દાઝ્યા , પતિ-પત્ની અને બાળક 

મોરબી ઘરમાં ગેસનો બાટલો ફાટતાં ત્રણ સભ્યો દાઝ્યા , પતિ-પત્ની અને બાળક 

મોરબીના લીલાપર રોડ ફકરી પાર્ક-૧માં રહેતા વોરાજીના મકાનમાં ગેસ બાટલો ફાટતાં પતિ પત્ની અને બાળક સહીત ત્રણ દાઝ્યા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે મોરબીના લીલાપર રોડ પર આવેલ ફખરી પાર્ક-૧ માં આજે સવારના સમયે કોઈ કારણસર હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા ઉંમર વર્ષ ૩૫ ના ઘર માં કોઈ કારણોસર ગેસનો બાટલો ફાટતાં ઘરમાં રહેલા હાજર સભ્યો હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા તેમની પત્ની સકિનાબેન હુસેનભાઇ નગરીયા ઉંમર વર્ષ ૨૭ અને તેનું છ વર્ષનું બાળક અમર બાટલો ફાટતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

ઘટનાની જાણ થતા 108 ની ટીમના ઈએમટી નિલેશભાઈ બારૈયા અને પાયલોટ નિલેશભાઈ બકુત્રા સહીતની ટીમ દોડી ગઈ હતી અને દાઝી ગયેલા પતિ પત્ની અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને દંપતી અને બાળક ગંભીર રીતે દાઝેલા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે સવારના સમયે જ્યારે બાટલો ફાટ્યો ત્યારે ઘરના દરવાજા તેમજ ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ છે તો નુકશાની પણ થઇ છે હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબુ આવે તે પહેલા પરિવારના ત્રણ સહિત ગંભીર રીતે દાઝ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!