મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને આરોપી સામે હુમલાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના આંબરડી ગામે આવેલ રામપર ચોકડી પાસે રહેતા વિશાલભાઇ ઉર્ફે રવિભાઇ વજુભાઇ લાંઘણોજા (ઉ.વ. ૨૮) એ આરોપી ભુપેન્દ્ર ઉર્ફે વિકલો રમેશભાઇ વાઘેલા (રહે. મુળગામ ખંપાળીયા, તા. મુળી, જી. સુરેન્દ્રનગર, હાલ રહે માંડલ ગામ પાસે આવેલ સેનેટરીના કારખાનામા, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીના કાકી આજથી આઠેક મહીના પહેલા ફરીયાદી સાથે રહેવા માટે જતા રહેલ હોય તેનો ખાર રાખી ગઈકાલે તા. ૧૦ના રોજ મોરબીના ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે ફરીયાદીને ડાબા પડખાના પાછળના ભાગે છરીનો એક ઘા મારી ઇજા કરી તથા ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમાં છરી વડે ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.