મોરબી જીઆઈડીસીમાં આગ : લોકોમાં અફરા તફરીનો માહોલ : ગુજરાત ગેસ તંત્ર ની કામગીરી પર સવાલો
ગુજરાત ગેસનું તંત્ર છેલ્લા કેટલાક સમયથી લોલમ લોલ : કર્મચારીઓ પોતાની મન ફાવે તેમ કરતા હોવાની ગ્રાહકોની ફરિયાદમાટે ટોલ ફ્રી નમ્બર પણ લાગતા નથી : ગુજરાત ગેસ ને ગ્રાહકો મોઢે માંગ્યા રૂપિયા ચૂકવે છે છતાં સુવિધાના નામે મીંડું
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ગેસનું તંત્ર નઠારું સાબિત થઈ રહ્યું છે જેમાં અવાર નવાર ગુજરાત ગેસના ધાંધિયાથી લોકો ભારે પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે થોડાં દિવસ પહેલા જ ગેસ લાઈન બંધ થઈ જતાં અનેક લોકોના રસોડા બંધ થઈ ગયા હતા ગ્રાહક નમ્બર પણ બંધ આવતા ગુજરાત ગેસના કર્મચારીઓ ની કામગીરી પર સવાલો ખડા થયાં હતાં તો બીજી બાજુ આજે જ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે જેમાં જીઆઇડીસી માં આવેલીગેસ લાઈન માં લીકેજ થતા આગ લાગી હતી જો કે ગેસ કંપનીના અધિકારીઓ મોડે મોડે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જ્યારે ઘટનાના પગલે કે ફાયર નો સ્ટાફ ઘટનાસ્થળ પહોંચ્યો છે ત્યારલોકો માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે ગેસ નો પ્રવાહ પણ ચાલુ હોવાથી આગ સતત ચાલુ છે અને ધીમે ધીમે વધી રહી છે ત્યારે લોકોમાં પણ અફરાતફરી નો માહોલ જોવા મળી રહ્યો છે જો કે આવી ઘટનાઓથી ગુજરાત ગેસના કર્મચારીઓ મેન્ટેન્સ ચાર્જ શેનો લે છે ? કેમ અવાર નવાર આવા બનાવ બને છે ? શું ગુજરાત ગેસ આ ગંભીર બેદરકારી ની દરકાર નથી લેતી આવા અનેક પ્રશ્નો હાલ મોરબીની પ્રજા એ ઉઠાવ્યા છે હાલ ફાયર વિભાગે આગ કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે.