Saturday, September 13, 2025
HomeGujaratઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટ મારફતે લગ્નની લાલચે મોરબીની યુવતી સાથે લાખો રૂપિયાની છેતરપીંડી

ઓનલાઇન મેટ્રીમોનીયલ સાઇટ મારફતે લગ્નની લાલચે મોરબીની યુવતી સાથે લાખો રૂપિયાની છેતરપીંડી

વર્ષ ૨૦૨૪માં મોરબીની યુવતીને લગ્નના બહાને મુંબઈના ફ્રોડ યુવકે ૮.૫૦ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી.

- Advertisement -
- Advertisement -

મોરબીની એક યુવતી, હાલ હૈદરાબાદમાં સાસરે હોય, જે અગાઉ વર્ષ ૨૦૨૪ માં અપરિણીત હતી ત્યારે ઓનલાઇન મેટ્રીમોનીયલ ‘જીવનસાથી.કોમ’ સાઇટ દ્વારા થયેલી ઓળખ બાદ લગ્નના બહાને મુંબઈના ઠગ યુવકે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હતી. ફ્રોડ યુવાને ગૂગલમાં નોકરી હોવાનો ઢોંગ કરી અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ મોબાઇલ બંધ કરી દીધો હતો. યુવતીએ આખરે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબીની એક યુવતી, હાલ હૈદરાબાદમાં સાસરે રહેતી, ઑનલાઇન મેટ્રીમોનીયલ સાઇટ ‘જીવનસાથી.કોમ પર મૂકેલી પોતાની પ્રોફાઇલના આધારે છેતરપીંડીનો ભોગ બની હતી. ૨૦૨૪માં થયેલી ઓળખ બાદ મુંબઈના નિમેશભાઈ બાબુભાઇ ચોટલીયા રહે. બી-૨૦૬ પારેખ એપાર્ટમેન્ટ, સરોજીની રોડ, વીલે પારલે વાળાએ પોતાના વિશે ગૂગલ કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જે બાદ મોરબીની યુવતી અને આ નિમેશ વચ્ચે લગ્નની વાતો આગળ વધારતાં, નિમેશે પ્રોજેક્ટ માટે પેનલ્ટી ચુકવવાની હોય અને હાલ આર્થિક સંકળામણના બહાના બનાવી મોરબીની યુવતી પાસે રૂપિયા માંગ્યા હતા, ત્યારે વિશ્વાસમાં આવી ગયેલ યુવતીએ તેના તથા તેના મિત્રોના એકાઉન્ટમાંથી જુદી-જુદી તારીખે આશરે રૂ.૮.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ મુંબઈના ફ્રોડ નિમેશે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. તમામ બાબતે મોરબીની યુવતી દ્વારા વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, આ નિમેશ ચોટલીયા અગાઉ પણ આવી જ છેતરપીંડી આચરી હતી ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી નિમેશ ચોટલીયા વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!