મોરબીના લાલપર ગામે રહેતા મુસ્કાનબેન તૈયબભાઈ સુમરા ઉવ.૨૩ નામની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા જે બાબતે યુવતીને મનોમન લાગી આવતા, પોતે પોતાની જાતે તેમના રહેણાક મકાને રૂમમા છતના ભાગે લગાવેલ પંખા સાથે ચુદડીનો દુપટો ગમચો બાધી ગળેફાસો ખાઇ લેતા મુસ્કાનબેનનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવની તપાસમાં મૃતક યુવતીના પિતા પાસેથી પ્રાથમીક વિગતો મેળવી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.