મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા યોજાયેલ પ્રાચીન ગરબા ક્લાસીસના કાર્યક્રમમાં “પાટીદાર વુમન્સ પાવર” ગ્રુપની બહેનો સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજા દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનકડી બાળાઓએ પોતાની કળા અને ઉત્સાહથી પરંપરાગત ગરબા રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું.
તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત પ્રાચીન ગરબા ક્લાસીસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં “પાટીદાર વુમન્સ પાવર” ગ્રુપની બહેનો સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજા દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંડળના સાથ અને સહકારથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. ખાસ કરીને નાનકડી પાટીદાર બાળાઓએ પોતાના નવલા પગલાં, રમઝટભરેલા રાસ અને તાલમેલ સાથે ગરબા રજૂ કરી સૌને આનંદમય માહોલમાં ડૂબાડી દીધા હતા. તેમના ઉત્સાહ અને ચહેરા પર ઝળહળતી ખુશીએ સ્પષ્ટ દર્શાવ્યું કે ગરબા માત્ર મનોરંજન નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિક છે. સ્પર્ધા પૂરી થયા બાદ તમામ બાળાઓને પ્રોત્સાહનરૂપે ઇનામો આપવામાં આવ્યા હતા. તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને સન્માનિત કરતાં સમગ્ર કાર્યક્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોના આત્મવિશ્વાસ, પ્રતિભા અને ટીમવર્કને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે સમાજમાં સંસ્કૃતિના સંવર્ધન અને પરંપરાગત મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ પ્રસરે છે